પ્રેમ

ભરી છે નજાકત આ તારા પ્રેમમાં છલોછલ
માનું છું એણે જ મારી જીંદગી બનાવી હશે

વિરહ તો રહ્યો નથી હવે આપણી જુદાઈનો
પ્રેમમાં સીમિત તડપનો સમાવેશ પણ હશે

તુજને પામવાનો હરખ છવાયેલો છે મુજમાં
શાને આમ ક્ષણિક જીવનની વેદના નિભાવી હશે

યાદ છે આપણા પ્રેમની બધી જ ગોષ્ઠીઓ
ત્યારે તો આ શ્વાસ, જિંદગીના જ બની બેઠા હશે

---------------------------------------------------------------------------------------

 
પ્રેમ કરશો કે કવિતા
બે ય છે સરખી રમત
ચાર શબ્દો ચાલશો
તો તેર શબ્દો ખુટશે



----------------------------------------------------------------------------------------------------------

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

-------------------------------------------------------------------------------------------------------------

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

-------------------------------------------------------------------------------------------------------------

તારી આંખો માં મારું મુખડું રમે ..
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે ..
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ ..
પણ નારે ગાંડી ..
હાર્યો જુગારી તો બમણું રમે ...

-------------------------------------------------------------------------------------------------------------

મને લોકો કહે છે કે મારી શું દશા છે
હું કહું છું કે પ્રેમ માં પડવાની આ સાઝા છે
વિખરાયેલા વાલાંખો હશે છે કે રડે છે
કસૂર બે-વફાઇ નો નથી મોહબ્બત ની આ મઝા છે
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે
હાસ્ય પાત્ર બન્યો છું
ઝમાની નજરો માં હું પણ હસ્યો હતો પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે
આઈના માં જોઈ ને મને શંકા થાય છે કે આ કોઉંન છે
મોહબ્બત ની સકલ અને સુરત કૈક અલગ જ નજર આવે છે
ખબર ના હતી કે મારી તસ્વીર આટલી બદલાઈ જશે
આ કોઇઇ શણગાર નથી પ્રેમ જતાવવાની એક નવી અદા છે
મારા મિત્રો મારી હાલત જોઈ તરસ નાં ખાતા
પ્રેમ માં જુદાઈ પણ એક મિલન હોય છે
‘ધરમ" “ધરમ” કહી તમે મારું અપમાન નાં કરશો પ્રેમ માં આગળ કેહાવાડવા માં પણ એક અલગ મઝા છે

--------------------------------------------------------------------------------------------------------

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,

તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,

તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,

જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,

પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,

રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,

નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે



----------------------------------------------------------------------------------------------------------



સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,

ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,

ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,

એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા


----------------------------------------------------------------------------------------------------------





લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,


પ્રેમ કદી નિરાધાર નથી હોતો,


આંસુંઓ તો અમથા યે સરી પડે,


કાયમ કઇ માણસ દુઃખી અને લાચાર નથી હોતો...
.


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------





અનેક તરંગ હોવા છતાં સમુદ્ર એક છે.


અનેક રંગ હોવા છતાં મેઘ ધનુષ્ય એક છે.


પણ માનસ એ કેમ નથી સમજતો કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર એક છે..


-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------





 ઓરડા મા એકાદ ચિત્ર હોય તો પુરતુ છે,


જિવન મા એકાદ સાચો પ્રેમ હોય તો પુરતુ છે,


મિલાવેલ હાથ ભલે હોય સાવ મેલો,


પણ એ હાથ દિલ થી મિલાવેલ હોય એ પુરતુ છે.


------------------------------------------------------------------------------------------------------------





"લાગણી માં નગર શોધું છુ,


પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,


કંટક થી ભરેલી આ દુનિયા માં,


પ્રેમ ની ડગર ને શોધું છુ"


----------------------------------------------------------------------------------------------------



કેટલું દુખ છે મને એ તમે ક્યાંથી સમજો ,તમે તો હમેસા સુખ ની સેજ ઉપર રહો છો

અમે તો કાંટા પણ ફૂલ સમજી લઈએ છીએ .ત્યારે તમે તો ફૂલો ને પણ કાંટા કહો છો ..


મોત નો રંજ નથી હવે "આલાપ" ને કારણ કે,


ક્યાં તમે સાથે જીવવા નું કહો છો ........

No comments:

Post a Comment