શાયરી

------------------------------------------------------------------------------
કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ…
--------------------------------------------------------------------------------
જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી ………….


----------------------------------------------------------------------------------

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.


----------------------------------------------------------------------------------
જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે.
----------------------------------------------
આજે દિલ માં કેમ અતિ ઉમંગ થઈ ગયો..!!
જાણે સપના નો સાચો એ સંગ થઈ ગયો.
મારા જીવન નો બસ એજ રંગ થઈ ગયો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થઈ ગયો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થઈ ગયો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થઈ ગયો..!!

---------------------------------------------------------------------------------------------
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા
------------------------------------------------------------
સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,

જેટલી શોધું એટલી જ ખોવાય છે,

મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
...
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય છે.
-----------------------------------------------------------
"કોઇ અંતરની વાત બહુ તક્લીફ આપે છે,
સારી ગયેલી સાંજ બહુ તક્લીફ આપે છે, રહી તો
સકાય છે કોઈ વગર હમેંશ માટે,
પણ રહી ગયેલી કોઇની યાદ બહુ તક્લીફ આપે છે.
 -----------------------------------------------------------
આંસુ સુકાઈ જાય પછી મળવા આવે એ સબંધ છે,

પણ આંસુ આવે એ પેલા મળવા આવે એ પ્રેમ છે,

ઘર હોય એટલે સરનામું પણ હોય,
...
પણ ગમતા સરનામે ઘર બનાવવું એજ ખરું જીવન છે
-------------------------------------------------------------------

આંસુ પડ્યા આંખો માંથી, તમને શી કદર?
તમે તોડયું છે દિલ મારું, એની શી ખબર?

------------------------------------------------------------------

હું ઈચ્છું ચુ ચતા એવી નિરાશા થઇ નથી શક્તિ;
મિલન તારું અસંભવ છે, એ શ્રદ્ધા થઇ નથી શક્તિ.

--------------------------------------------------------------------

મહોબ્બત અને જગત વછે નું સ્થળ વિચારું છું;
મારા અને તારા વછે નું અંતર વિચારું છું.
---------------------------------------------------------------------

કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું,
જીવનમાં એમ જીવન નું હું સંશોધન કરી લઉં છું;
માથું છુ હું માંથી ને બસ હૃદય માં કથાન કરી લઉં છુ,
વિસર્જન થાય જ્યાં પ્રેમ નું, ત્યાં ફરી સર્જન કરી લઉં છુ.

----------------------------------------------------------------------

તું નથી તો આ જગત ઉદાસ લાગે છે,
પૂનમ ની રાતોય મુજને આમસ લાગે છે;
અનુ અનુ માં જગતના નિહાળું છુ તને,
નયન ની કીકી માં પણ તારો વાસ લાગે છે.
-----------------------------------------------------------------------

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.
------------------------------------------------------------------------

હવે બસ બહુ થયું બુદ્ધિ, હું પાગલ થાઉં તો સારું,
પ્રેમ નો સમય આવ્યો છે, હું દીવાનો થાઉં તો સારું.
------------------------------------------------------------------------

હોઈ શકે તો એવા માં ને મારગ હોઈ શકે;
જેને પગલે એક મજાનું પાંગરતું જગ હોઈ શકે.
પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં;
તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,
એકાદ પત્ર તુય લખે જો જવાબ માં.
-------------------------------------------------------------------------

ફૂલ છો પણ કતા નો શણગાર કરું છો,
જીંદગી છે પણ મોત નો સ્વીકાર કરું છુ;
અરે! જીવન માં હું એક ભૂલ વારંવાર કરું છુ,
માનવી છુ ને માનવી ને પ્યાર કરું છુ.
--------------------------------------------------------------------------

એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવન ની લહેર હતી, હજી તુફાન બાકી છે.
---------------------------------------------------------------------------

પીધું એ હાથ નું આની, ને હાથ માંગું છુ;
ભલે થાય બરબાદી, તોય જીવનભર નો સાથ માંગો છુ.
----------------------------------------------------------------------------

જવાની એ ઝારા માં જી ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસા ને માન્મોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.
----------------------------------------------------------------------------

બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છુ એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે.
------------------------------------------------------------------------------

મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં;
લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં.
------------------------------------------------------------------------------

કેટલાય વર્ષે મળી છે તું હે સખી,
મેં સજાવી છે તારી માટે ગઝલ ની પાલખી;
તું સમય ને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મેં લખી.
-------------------------------------------------------------------------------

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી;
આભ  આખો થયું  ઝાલ્હાલા  ને, પૃથ્વી  થઇ  પાણી  પાણી.
-------------------------------------------------------------------------------

અદ્રશ્ય  રહી  ને  મારા  રુદન  માં  હતા  તમે,
સામે  મળ્યા  તો  આવી  ગયા  મારા  સ્મિત  માં  તમે.
------------------------------------------------------------------------------

ફૂલ  ને  ખુશ્બુ  મળે , નાવ  ને  સાગર  મળે ;
આપ  જો  આવો  તો  મારા  દિલ  ને  દિલબર  મળે .

------------------------------------------------
વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.

-------------------------------------------------

નયન કતરી ના ફેંકશો, આહિશ્ક હેયું વિન્ધાયી જશે
આછું, આછું ના મુસ્કુરાઓ, દિલ ને કૈક થયી જશે
વધારે તો શું કું તમને, ના કહેવાનું કહેવાયી જશે
આ રીતે ના મુસ્કુરાઓ નજર શર્માયી જશે
જાણે અજાણ્યે પણ જો પ્રેમ નો એકરાર થયી જશે
તમે તો ચાલ્યા જશો પણ, આહી આંસૂ ની ઈમારત ચનાયી જશે.

-------------------------------------------------

મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે
-------------------------------------------------

ચાહે છે કોઈ કોઈને,
પામે છે કોઈ કોઈ બુઝાવે પ્યાસ પાણીથી, 
કોઈ બુઝાવે પ્યાસ આન્સૂથી

-------------------------------------------------

સપના પાછલી રાત ના, કડી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવેનમાં, તેજ કડી મળતા નથી

-------------------------------------------------

પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે
પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે
વાત કરવાને બંને છીએ તત્પર
પણ કોણ વાતની શરૂઆત કરે

-------------------------------------------------

હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં
ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં
-------------------------------------------------

આપી  શકે  તો  તારો  પ્યાર  મંગૂ  છું
સાચા  હ્રિદય  થી  તારો  સહકાર  મંગૂ  છું
કરીશ  નહિ  ચિંતા, પ્યાર  માટે  પ્રાણ  દયીશ
સેંકડો  છે  હિસાબ, હું  ક્યાં  ઉધાર  મંગૂ  છું

-------------------------------------------------

રહી  રહી  ને  દિલ  ને  દર્દ  સતાવે  તો  શું  કરૂ?
હરદમ  જો  તેની  યાદ  રડાવી  તો  શું  કરૂ?
ખબર  મળ્યા  હતા  કે  થશે  મુલાકાત  સ્વપ્ના  માં
પણ  રાતભર  જો  ઊંઘ  ના  આવે  તો  શું  કરૂ?

-------------------------------------------------

ચોરીને  દિલ  મારૂ, તમે  શરમાઓ  છો  શા  માટે
રાખવું  હોય  તો  રાખો, હવે  ઘબરાઓ  છો  શા  માટે
જમાના  ની  શરમ  કાજે, ભલે  નીછું  જુઓ  છો  પણ
કરીને  કાર્ય  નિજ  હાથે , હવે  પસ્તઉં  છો  શા  માટે