આંધળી છોકરીને થયા કરે કે કોઈ મને ચાહે..!
એક છોકરા એ આવીને કહ્યું ,”હું તને ચાહું છું”.
બાવીસ-બાવીસ વર્ષથી જે શબ્દ સાંભળવા હતા એ શબ્દ કોઈએ કીધા એટલે આંખમાંથી ધડધડ આંસુડા વહેવા લાગ્યા.
છોકરીએ કહ્યું,”તને ખબર છે? હું આંધળી છું કદાચ આ ચસ્મામાં તને ન દેખાય તો..!”
છોકરા એ જવાબ આપ્યો,”ના, મને ખબર છે”
છોકરીએ પુછ્યું,” તોય તું મને ચાહે છે?”
છોકરા એ દિલથી કહ્યું,” હું તારા વ્યક્તિત્વ ને તારા અસ્તિત્વ ને ચાહું છું”
એટલે છોકરી રડવા માંડી અને બોલી,” કોઈ વાંધો નહી દોસ્ત, તે મને પહેલી વાર પ્રેમનો એહસાસ કરાવ્યો છે. હું તારી મહોબ્બત ને સ્વીકારી તો શકતી નથી પણ એક કામ કરીશ?”
છોકરો બોલ્યો,”શું”
છોકરીએ કહ્યું,”તારો એક ફોટો મને આપીશ?”
છોકરા એ કહ્યું,”હા, લે આપું”
છોકરીએ કહ્યું,”તેની પાછળ તારું સરનામું લખી દેજે, ક્યારેક મને કોઈ દ્ષ્ટી મળશે એટલે આંખની પટ્ટી ખોલીને પહેલાં તારો ફોટો જોઈશ કેમ કે તેં મને મહોબ્બત કરી છે, તેં પ્રેમ કર્યો છે.”
છોકરાએ પોતાનો ફોટો દીધો તથા એડ્રેસ પણ આપી દીધું. આ વાતને ત્રણ-ત્રણ વર્ષનાં વાણાં વીતી ગયાં…..
આ છોકરી ચક્ષુદાન માં કોઈ આંખો મળી. આંખો આવી એટલે છોકરીએ આંખોની પટ્ટી ખોલી અને પાકીટમાં સાચવી રાખેલો ફોટો કાઢ્યો અને સામે રાખ્યો,”મને પ્રેમ કરનાર આ પહેલી વ્યક્તિ હતી”
મિત્રો વિધિની વક્રતા કહો કે છોકરી ના નસીબ કહો. છોકરો થોડો કમનસીબ હતો એટલે થોડોક કદરૂપો હતો. આ છોકરી એ ચહેરો જોયો,”અરેરે…! આ છોકરાએ મને પ્રેમ કર્યો?” અને પોતાનો ચહેરો અરીસામાં જોયો,” હું તો કેટલી સુંદર છું”. સુંદર તો હતી જ અને પાછી આંખો આવી ગઈ. પછી છોકરીએ વિચાર કર્યો આના કરતાં તો હજી સારું પાત્ર મને મળી જશે.
કાગળને પેન લઈને છોકરીએ છોકરાને પત્ર લખ્યો.
દોસ્ત, મેં તારો ફોટો જોયો મને કોઈએ આંખો આપી છે એટલે હું દુનિયા જોઈ શકું છું પણ તારી અને મારી જોડી તો જામે એવી નથી એટલે પ્લીઝ, તું મને ભુલી જજે અને ક્યાંક બીજે લગ્ન કરી લેજે.
આ પત્રનો જવાબ અઠવાડિયા પછી આવ્યો. છોકરાએ જવાબમાં લખ્યું હતું.
થેંન્ક યું, તને આંખો મળી એ વાત જાણીને આનંદ થયો. તારી અને મારી જોડી ભલે જામે એવી ન હોય. હું બીજે લગ્ન એય કરી લઈશ. તને ભુલીયે જઈશ.
પણ તું મારી આંખોને સાચવજે
પણ તું મારી આંખોને સાચવજે
આને પ્રેમ કહેવાય દોસ્ત મેં તને જે આંખો આપી છે તે આંખોને સાચવજે હવે મારી પાસે આંખો નથી. મારે તારી આંખોએ દુનિયા જોવાની છે.
“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા. એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”
-------------------------------------------------------------------------------------------------------------------------
પ્રેમ પત્ર
એમ તો તારા વિરહ ની પળો માં પણ શ્વાસ ની આવન-જાવન તો થયા જ કરે છે.
પરંતુ જીંદગી તો એને જ કહેવાય કે જે પળો તારા સાનિધ્ય થી તરબતર હોય !
અને સાચું કહું તારા કરતાં તો તારી યાદ વધુ સારી લાગે છે. કારણકે મળીયે ત્યારે
તો થોડીક ક્ષણો માં જુદા થઇ એ છીએ. જયારે તારી યાદ તો ક્યારેક પાછી વળવા નું
નામ જ નથી લેતી. તારી યાદ મને તાજગી બક્ષે છે. તારી યાદ મારો શ્વાસ છે. તારી
યાદ મારા જીવન માં થી બાદ થતી ક્ષણો ને આબાદ કરે છે.
“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે આભાસ છે.”
પણ આ સત્ય હોય કે આભાસ હોય જે હોય તે મને ખુબ ગમે છે. કારણકે એમાં સમગ્ર
પણે તું જ ઓત પ્રોત છે. લોકો કહે છે કે નિદ્રા તો કુદરત નું અનુપમ વરદાન છે.અનિદ્રા
રોગ છે, મને જો તારી યાદ ની હુંફ મળતી હોય તો મારે મન અનિદ્રા તો રોગ પણ યોગ
છે. ને તારા સ્વપન વગર ની નિદ્રા મારે મન અભિશાપ છે, અને હવે તુ ઋતુ પણ
કરવત બદલી રહી છે. તારા આશ્લેષ જેવી મહેકતી હુંફ વાતાવરણ માં છલકાઇ રહી છે.
હું જાણું છું તારી સ્મ્રુતિ લઇ ને સુઇ જાઉ છું. તારું સ્વપન લઇ ને બસ ! સ્મ્રુતિ ને સ્વપન જ
મારા શ્વાસ-ઉચ્વાસ બની ગયા છે.
---------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment