ગુજરાતી ગઝલ



ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે,

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં-
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ પર તો છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈંક કૈંક થાય છે, રોકાઈ જાવ !

આજ સાબિર વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !


----------------------------------------------




એવીય પણ એકાદ પળ આવી હશે,
તેં જાતને સો વાર સમજાવી હશે.

લાખો વખત અળગી કરી એકાંતમાં,
સૌ યાદને મારી ય મમળાવી હશે.

ના એમ અમથી ના ફૂટે કુંપળ કદી,
નક્કી તેં એમાં લાગણી વાવી હશે.

એથીજ આજે આભથી ઝરમર થયું,
ગમતી ગઝલ કાં તેંજ સંભળાવી હશે.

હા મોકલી’તી યાદને મેં પણ તને,

તેં હેડકી અડધે જ અટકાવી હશે. 


તારી આંખનો અફીણી 
 
	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	હે આજ પીઉં દરશનનું અમૃત,  કાલ કસુંબલ કાવો
	તાલ પુરાવે દિલની ધડકન,   પ્રીત બજાવે પાવો
	તારી મસ્તીનો મતવાલો આશક એકલો
	હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	પાંખોની પરખે પરબડી,     આંખો જુએ પીયાવો
	અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
	તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
	હે  તારા  રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	ધીમી ધીમી પગલી તારી  ધીમી કૈંક અદાઓ
	કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
	તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
	હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તું કામણગારી રાધા ને     હું કાનો બંસીવાળો
	તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
	તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
	હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	રૂપ જાય આગળથી પાછળ,  જાય જુવાની વીતી
	પ્રીતવાવડી  સદા છલકતી,  જાય જિંદગી પીતી
	તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
	હે  તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	ઠરી ગયાં કામણના દીપક,   નવાં નૂરનો નાતો
	ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
	તારી  પાનીને  પગરસ્તે  ચાલું એકલો
	હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

	તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
	તારા રૂપની પૂનમનો પાગલ એકલો


" અશ્રુ વિરહ ની રાત"

અશ્રુ વિરહ ની રાત ના ખાલી શક્યો નહિ પાછા નયન ના નૂર ને વળી શક્યો નહિ હું જેને કાજ અંધ થયોઉં રોયી રોયી ને આ આવ્યા ત્યારે તેમને નિહાળી શક્યો નહિ..

નયન ને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે મેં તમને જોયા છે નયન ને બંધ રાખીને ....
ઋતુ એક જ હતી પણ રંગ નહોતો અપનો એક જે મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને ....

પરંતુ એંર્થ અનો એ નથી કે રાત વીતી ગઈ રાત વીતી ગઈ... રાત વીતી ગઈ ..

પરંતુ એંર્થ અનો એ નથી કે રાત વીતી ગઈ નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને ...

હકીકત માં જુઓ તો એય એક સપનું હતું મારું સપનું હતું મારું ... સપનું હતું મારું ... સપનું હતું મારું ...

હકીકત માં જુઓ તો એય એક સપનું હતું મારું ખુલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને ....

નહીતર આવી રીતેતો તારે નહિ લાશ દરિયા માં નહીતર આવી રીતે તો તારે નહિ લાશ દરિયા માં મને લાગે છે કે અને કિનારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે મેં તમને જોયા છે નયન ને બંધ રાખીને ....

---------------------------------------------------------------------------------------------------------------

"ચાલ સખી"

ચાલ સખી, રણમાં ગુલાબને ઉગાડીએ
આવળનાં ફૂલ પીળા લઈને નસીબમાં
જીવતરની વેણી ગૂંથાવીએ
ચાલ સખી….
હાથવગું હોય નૈ ઝાંઝવાનુંય સુખ ને,
રેતીનાં ઢગ મારી ઈચ્છા.
તડકીલા આયનામાં દેખાતાં રોજ મને,
ફરફરતાં પાનેતર પીચ્છા.
શ્રાવણિયા મોર ભલે થીજી ગ્યા બારસાખે
છાતીએ ટહુકા ત્રોફાવીએ..
ચાલ સખી…
અંધારું આંજીને ચપટીક જીવશું પછી,
જીવતરને દઈ દેશું તાલી
ધખધખતું લોહી હજી ટેરવે વ્હેતું ને,
મનની મહેલાત બધી ખાલી
હણહણતાં કિલ્લોલી શમણાંની સાંકળને
ફિણાતાં જળ લૈ ખોલાવીએ
ચાલ સખી….
ઝીણેરો જીવ સાલ્લો પંખીની જાત
બેસી કાયાના માળામાં હીંચતો
ઝંઝાવાત ફૂંકાયો એવો રે શ્વાસમાં
એક એક સળિયું ખેરવતો
સુક્કી હવાને પીળી ચુંદડિયું પહેરાવી
સૂરજનાં નામે વહેંચાવીએ
ચાલ સખી…
- કનૈયાલાલ ભટ્ટ

--------------------------------------------------------------------------------------------------------------

ઓધા, ચૈતરના ચારે જુગ વૈ ગિયા
                  એવો વખ રે સરીખો વૈશાખ, ઓધવજી
                                      જેઠે જીવણજી શું ના’વિયા.
ઓધા, અષાઢી ઘમઘોરિયા
                  એવો શ્રાવણ સેવ્યો ન જાય રે, ઓધવજી
                                      ભાદરવો ભલે ગાજિયો.
ઓધા, આસોનાં અજવાળિયાં
                  એવા કારતકે પૂર્યા મનના કોડ રે, ઓધવજી
                                      માગશરે મળ્યા મીઠા માવજી.
ઓધા, પોષે સુકાણો પોપટ પાંજરે
                 એવા માયે સુકાણાં મારાં મન રે, ઓધવજી
                                      ફાગણ ફૂલ્યો ફૂલડે .
ઓધા, સુંદરી સંદેશો મોકલે
                  એના સંદેશે વે’લેરા પધારો રે, ઓધવજી
                                    સુંદરી મો’લુમાં એકલાં
ઓધા, તમથી ભલાં વનનાં પંખીડાં
                 એ સાંજ પડે ને ઘેર જાય રે, ઓધવજી
                                   સુંદરી મો’લુમાં એકલાં
                                                         – ઝવેરચંદ મેઘાણીના ‘રઢિયાળી રાત’માંથી

---------------------------------------------------------------------------------------------------------------

"જીવનભરના તોફાન ખાળી રહ્યો છું"

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’

---------------------------------------------------------------------------------------------------------------

"ભોમિયા વિના મારે"

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
- ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮) 

-------------------------------------------------------------------------------------------------------------------------------------

"હળવે હાથે હથેળી........"

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો. થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.


No comments:

Post a Comment