ઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી,
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તેઝાર ની મજા એટલી ગમી,
કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી...
----------------------------------------------------------------------
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.....
---------------------------------------------------------------------
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું... જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો... પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.